‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની’

સુરત જિલ્લામાં આગામી તા. ૧૨ થી ૧૪ જૂન- ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે, નવી શિક્ષણ નીતિને ધ્યાને રાખીને ૧૧૨૭૭ જેટલા બાળકો બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ મેળવશેઃ મંત્રીઓ-અધિકારીઓ બાળકોને શાળાપ્રવેશ કરાવશે

સુરત:ગુરૂવાર: ગુજરાતનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય સિદ્ધ થાય એવા હેતુ સાથે સુરત જિલ્લામાં આગામી તા.૧૨થી ૧૪ જૂન દરમિયાન તમામ સરકારી શાળાઓમાં ત્રિ-દિવસીય ૨૦મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ આ વખતે શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત બાલવાટિકા શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં બાલવાટિકામાં ૯૯૦૪ અને ધો.૧માં ૧૩૭૩ મળી કુલ ૧૧,૨૭૭ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, બાલવાટિકાઓમાં મંત્રીશ્રીઓ-અધિકારીશ્રીઓ બાળકોને શાળાપ્રવેશ કરાવશે.
સુરત જિલ્લામાં આગામી તા. ૧૨થી ૧૪ જૂન એમ ત્રણ દિવસ માટે તમામ સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૦મી શ્રેણીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત બાલવાટિકા શરૂ કરવામાં આવી રહી છે અને સુરત જિલ્લામાં આવી બાલવાટિકામાં ૯૯૦૪ હજાર જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
સુરત જિલ્લામાં ૯૯૦૩ બાળકો (૫૦૧૩ કુમાર + ૪૮૯૦ કન્યા) બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, જેની તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો ચોર્યાસી તાલુકામાં ૮૬૧ (૪૩૩ કુમાર+૪૨૮કન્યા) ઓલપાડમાં ૯૨૮ (૪૭૩ કુમાર+૪૫૫ કન્યા), કામરેજમાં ૯૭૫ (૫૦૫ કુમાર+૪૭૦ કન્યા), માંગરોળમાં ૧૩૯૨ (૬૬૮ કુમાર+૭૨૪ કન્યા), માંડવીમાં ૧૬૨૮ (૮૪૧ કુમાર+૭૮૬ કન્યા), મહુવામાં ૧૦૬૪ (૫૪૨ કુમાર+૫૨૨ કન્યા), પલસાણામાં ૬૫૭ (૩૨૮ કુમાર+૩૨૯ કન્યા), બારડોલીમાં ૧૧૪૧(૫૬૮ કુમાર+૫૭૩ કન્યા), ઉમરપાડામાં ૧૨૫૮ (૬૫૫ કુમાર+૬૦૩ કન્યા) ભૂલકાઓ પ્રવેશ મેળવશે.
જ્યારે ધો.૧ માં ૧૩૫૦ (૬૭૦ કુમાર+૬૮૦ કન્યા) પ્રવેશ મેળવશે. જેની તાલુકાવાઈઝ વિગતો જોઈએ તો ચોર્યાસી તાલુકામાં ૫૧૪ (૨૪૪ કુમાર+૨૭૦ કન્યા), ઓલપાડમાં ૧૮૪ (૯૧ કુમાર+૯૩ કન્યા), કામરેજમાં ૨૦૩ (૧૦૦ કુમાર+૧૦૩ કન્યા), માંગરોળમાં ૧૨૫ (૫૯ કુમાર+૬૬ કન્યા), માંડવીમાં ૩૫ (૧૪ કુમાર+૨૧ કન્યા), મહુવામાં ૦૯ (૬ કુમાર+૩ કન્યા), પલસાણામાં ૧૭૦ (૯૮ કુમાર+૭૨ કન્યા), બારડોલીમાં ૮૮(૪૮ કુમાર+૪૦ કન્યા), ઉમરપાડામાં ૨૨ (૧૦ કુમાર+૧૨ કન્યા) ભૂલકાઓ પ્રવેશ મેળવશે.
જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત ઉચ્ચાધિકારીઓ અને પદાધિકારીઓ સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવનારા ભુલકાંઓને વધાવશે અને પ્રોત્સાહિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યને સિદ્ધ કરવાના હેતુથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરી રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની કાળજી લીધી હતી. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી દર વર્ષે રાજ્યનું પ્રત્યેક બાળક શાળાએ ગયા વિનાનું ન રહે તેવી વ્યવસ્થા શાળા પ્રવેશોત્સવથી સુનિશ્ચિત કરી છે.

error: Content is protected !!